ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાના ફાયદા ઘણા બધા છે. જમીન પોચી રાખે છે અને બેક્ટેરિયા ની સંખ્યા વધારે જેથી પુરે પૂરું ઉત્પાદન મળે છે.
ઓર્ગેનિક પ્રોડક્ટ ખેડૂતોની જરૂરિયાત ની પ્રોડક્ટ છે, જો તેનો ઉપયોગ ખેડૂત પહેલેથી લઈને છેલ્લે સુધી કરવામાં આવે તો ખેડૂતનો ૧૦૦% ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધી શકે છે અને જમીન સુધારી શકે છે.
ખેતી માં આવતી દરેક પ્રકારની જીવાત, ઈયળ ના પ્રશ્નો, ફુગના પ્રશ્નો, વાયરસ ના પ્રશ્નો જેવી આ દરેક સમસ્યાનું નિરાકરણ ઓર્ગેનિક પ્રોડક્ટ ની અંદર મળે છે.
ખેડૂત ને ઉચ્ચ સ્થાન મળે, આવનારી પેઢીને નિરોગી જીવન મળે, ઝેર મુક્ત ખેતી માં ખેડૂતોને પહેલેથી લઈને છેલ્લે સુધીનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ક્રિશ ઓર્ગેનિક તરફથી.
ઓર્ગનિક ખેતીના ફાયદા:
૧. પર્યાવરણનું સંરક્ષણ: પ્રદુષણ ઘટાડે છે અને પાણી અને જમીનના સ્વાસ્થ્યનું સંરક્ષણ કરે છે.
૨. તંદુરસ્ત ખોરાક: કૃત્રિમ રસાયણો મુક્ત ખોરાકનું ઉત્પાદન કરે છે, જે વધુ પૌષ્ટિક માનવામાં આવે છે.
વિષ મુક્ત ખેતી અને વિષ મુક્ત અભિયાન