હું છુ રોહિત વાછાણી
હું છુ તૃપ્તી વાછાણી
આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. ભારતમાં ૭૦% લોકો ખેતી કરે છે.
દુનિયાના તમામ દેશો માં જેટલું ઝેર ખેતીમાં વપરાતું નથી એટલું માત્ર ભારત દેશમાં વપરાય છે. ૪૦ - ૫૦ વર્ષથી ઝેર જેવી દવા વાપરીને આપણી જમીન બગાડી નાખી છે. માત્ર જામીન જ નહિ પરંતુ સાથે - સાથે માણસનું સ્વાસ્થ્ય પણ બગડી ગયું છે. વિચાર કરજો જરા ક્યાંક એવું ન બને કે ખેતી સુધારવામાં આપણને બહુ મોડું ન થઈ જાય.
પંજાબ રાજ્ય વિશે બધાને ખબર છે કે સરકારે ત્યાં રાસાયણિક ખાતર વાપરવા ઉપર પ્રતિબંધ મૂકવો પડ્યો છે કારણ કે ત્યાં એટલી બધી બીમારીઓ વધી ગઈ છે. પંજાબ પછીનું કોઈ રાજય હોય તો તે ગુજરાતમાં પણ ડાંગ ૨ જિલ્લા માં પ્રતિબંધ આપવું પડ્યું અને હવે આપણો વારો છે કારણ કે બીમારી એટલી બધી વધી છે કે આપણા કંટ્રોલમાં નથી. નાની મોટી અનેક બીમારીઓ તો બી.પી., ડાયાબિટીસ, કિડની ફેઈલ, લીવર ની બીમારી, કેન્સર ની બીમારી ઘરમાં ૫ વ્યક્તિ હોય તો ૧ ૧ વ્યક્તિ તો કૅન્સરની બીમારી હોય. કેન્સર ના ભરડા માં આજે ગુજરાત આવી ગયું છે.
જ્યારે કેન્સર જેવી બીમારી ઘરમાં આવે ત્યારે કેન્સર ની પીડાથી એક માણસ નથી પીડાતો પણ તેની સાથે ઘરના બધા સભ્યો આ બીમારીમાં પીડાય છે. એવું ના બને ૨૦૨૬ સુધીમાં ૪૦ થી ૫૦ % બીમારીઓ વધી જાય, માટે આપણે બધાને જાગૃત થવાની જરૂર છે.
WHO ના સર્વે પ્રમાણે ઈન્ફીર્ટિલિટીનો પ્રશ્ન ૩૦ - ૪૦ % પોહચી ગયો છે. નપુંસકતા આપણી ધરતી માતાની કૂખ બંજર કરીયે છીએ. સાથે આપણા સંતાનોની કૂખ બંજર થાય છે. બંનેનો રેશિયો સામે સામે ચાલે છે. વિચારો આ રેસિયો ૮૦ % થાય ત્યારે જન્મ દર ધીમો થાય અને મૃત્યુ દર માં વધારો થાય તો વિચારો આવનારા ૪૦ થી ૫૦ વર્ષની અંદર વિશ્વ ખતમ થઈ જાય. જમીનને આપણે ધરતી માં માનીયે છે, તો એ માં ને ઝેર આપતા કેમ વિચારતા નથી.
કુદરતનો નિયમ છે. જેવું વાવસું તેવું લણસું. જન્મ જયારે સિઝેરિયન થી થાય અને મૃત્યુ જ્યારે વેન્ટિલેટર ઉપર થાય ત્યારે સમજવું જોઈએ કે આપણે કુ શિક્ષક છીએ અને શિક્ષક થવાનો દાવો કરીએ છીએ.
આપણે આપણા સંતાનોને વારસામાં મિલકત આપીશું પણ આપણે સારી હેલ્થ નહિ આપી શકીએ. ક્યાંક એવું ના બને કે આપણા સંતાનો જ આપણી સામે બીમારી થી પીડાતા જોવા મળે. ત્યારે આપણે વારસામાં આપેલા પૈસા, મિલકત અને જમીન આ બધું નકામું હશે. એવું તો નહિ બને કે ખેડૂતો ના સંતાનો આ બીમારીથી બાકાત હશે. કોઈ ના માટે નહિ પણ આપણા સંતાનો માટે તો વિચારીયે, આપણી આવનારી પેઢી માટે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીએ.
આપણે અન્નદાતા છે. "કણ માંથી મણ પેદા કરે એ ખેડૂત" આપણે સારા કર્મો ના ભાગીદાર બનીયે, નહિ કે ખરાબ કર્મોના. આ જન્મમાં આપણે જેવું કરશુ તેવું જ આવતા જન્મારે ભોગવવું જ પડે છે. આ કર્મ નો નિયમ છે. આપણે જ આપણી જમીન ને ઝેર આપીયે છે, તો પછી આપણે તેને માં કહેવાનો કોઈ હક્ક નથી. એવું ના બને કે ફરી ફરીને કર્મ રૂપે તમારી પાસે આવે. આપણે જાગૃત ખેડૂત બનીયે અને ધરતી માં ના સંતાન થવાની ફરજ ચૂકવીએ.
ગુજરાતની અંદર ૪ થી ૫ લાખ લોકોએ ઓર્ગનિક ખેતી અપનાવી છે. પોતાનું કર્મ મજબૂત કર્યું છે. "ઓર્ગેનિક ખેડૂત હોવાનો ગર્વ આપણે ખુદને હોવો જોઈએ." ઓર્ગેનિક ખેતી હું અપનાવીશું એવું પરિબળ આપણી અંદર હોય ને તો દુનિયાની કોઈ તાકાત તમને ઓર્ગેનિક ખેતી કરવાથી રોકી ન શકે.
ખેડૂત ધારે તો જીવલેણ બીમારી ને રોકી શકે. ક્યારેક કેન્સર હોસ્પિટલ ની મુલાકાત લેજો અને ત્યારે તમે ક્યારેય રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા નહિ વાપરો. મહિનાનું વેઇટિંગ છે. ક્યારેય વિચાર કરજો કે આ બીમારી આવવાનું કારણ હું તો નથી ને, ત્યારે કદાચ ઓર્ગેનિક ખેતી અપનાવી શકો.
ઝેર આપણી જમીનમાં જ નહિ પણ આપણા દિમાગ ઉપર અસર કરી ગયું છે, એટલે તો આપણે જાણવા છતાં, સમજવા છતાં પણ આપણે તેને છોડી સકતા નથી. આ છે જંતુનાશક દવાની અસર.
આપણે ઓર્ગેનિક ખેતી ને જાણતા નથી, સમજતા નથી અને ક્યારેય અપનાવી પણ નથી. આપણે એવી ધારણા બાંધી લઈએ છે કે ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન ના મળે, ફક્ત ધારણા જ.
આપણી જમીનને ૪૦ થી ૫૦ વર્ષથી બગાડી છે. તો તેને સુધારવા માટે ઓછામાં ઓછા ૨ થી ૩ વર્ષ તો આપવા પડશે. ઓર્ગેનિક ખેતીમાં પણ સારી સારી સિસ્ટમ છે. 4G થી 5G ટેકનોલોજી છે. આપણે સમજવાની જરૂર છે. આપણે જાગૃતિ લાવવી પડશે. ખેડૂતો માં જાગૃતિ નહિ આવે તો ૫ થી ૧૦ વર્ષમાં આપણી જમીન ધાર્યું ઉત્પાદન આપતી બંધ થઈ જશે.
ઓર્ગેનિક ખેતી ઉપર જાગૃતિ એ દરેક ખેડૂત, દરેક નાગરિક અને દરેક સમાજના અગ્રણી ગણાતા ડૉક્ટર, સમાજના નેતા આ બધાજ લોકોએ ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહન આપવું જોઈએ અને ખેડૂતોનો માલ સારા ભાવે વેચાય તો દરેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી અપનાવી સાચી દિશામાં પ્રગતિ કરે.
ખેતી ને ઉચ્ચ સ્થાન મળે અને આવનારી પેઢીને નિરોગી જીવન મળે. આપણે બધા સાથે મળી ને ઝેર મુક્ત ખેતી કરીયે.
"વિષ મુક્ત ખેતી અને વિષ મુક્ત અભિયાન"
અમે અમારા ૧૦૦ % આપીશુ "જય જવાન જય કિશાન."
- રોહિત એ. વાછાણી
- તૃપ્તી આર. વાછાણી
વિષ મુક્ત ખેતી અને વિષ મુક્ત અભિયાન